પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીઓ વધી, જોધપુરમાં એટ્રોસિટી હેઠળ નોંધાયો ગુનો


 પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીઓ વધી, જોધપુરમાં એટ્રોસિટી હેઠળ નોંધાયો ગુનો


પ્રાંતિજના ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય એક સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે આ પોક્સો કેસની પીડિતાની માતાનું કોર્ટમાં જાતિગત અપમાન કર્યાના આક્ષેપ સાથે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરા સાથે શારીરિક છેડછાડ મામલે પહેલા જ પોક્સો એક્ટ હેઠળ આબુ રોડ પર કેસ નોંધાયો છે. હવે આ પોક્સો કેસની પીડિતાની માતાએ કોર્ટમાં જ આત્મહત્યાનો પ્રયાસ કરતા ગજેન્દ્રસિંહ પરમાર અને અય એક શખ્સ સામે જોધપુરમાં એસ્ટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો છે. 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતી મહિલાની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ મામલે જોધપુર હાઇકોર્ટમાં સુનાવણી હતી. આ દરમિયાન ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ પટેલે મહિલાની જાતિ વિરુદ્ધ વાક્યો બોલીને તેનું અપમાન કર્યું હતું. જેથી મહિલાએ ઉંઘની ગોળી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે જોધપુર સીટી પોલીસે પ્રાતિંજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને પોક્સો કેસના અન્ય આરોપી મહેશ સામે ગુનો નોંધ્યો છે. સાથેસાથે પુરાવા રુપે મહિલાએ લખેલી ચિઠ્ઠી પણ લખી છે. આમ બંને રાજસ્થાનમાં વધુ એક ગુનો નોંધાયો છે. ગજેન્દ્રસિંહ સામે નોંધાયો છે પોક્સો હેઠળ કેસ અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020માં તેની પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા.ત્યારે આબુ રોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર રોક લાગતા મહિલાએ આ મામલે જોધપુર હાઇકોર્ટમાં ન્યાય માટે દાદ માંગી હતી અને આ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રાજકીય દબાણ કરવાની સાથે ધમકી આપતા હતા. જેથી તેમની ધરપકડ કરવા માટે અરજી કરી હતી. જો કે હાઇકોર્ટમાં સતત તારીખ પડતી હોવાથી મહિલા કંટાળી હતી અને તે બે દિવસ પહેલા કોર્ટ પરિસરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે મંગળવારે જોધપુર સીટી પોલીસ મથકે આઇપીસી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ગજેન્દ્રસિંહ પરમારનો પુત્ર ઉદયસિંહ અને મહેશ અમીચંદ પટેલે જાતિ વિષયક શબ્દો કહીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post