ભાભરમાં મહિલાના હાથમાંથી થેલી ઝુંટવી ભાગવા જતો શખ્સ ઝડપાયો


ભાભરમાં શુક્રવારે એક મહિલાના હાથમાંથી રૂપિયા ભરેલી થેલી ઝુંટવીને નાસી રહેલા શખ્સને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો . જેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .


ભાભરમાં થોડા સમય પહેલા બે શખ્સો એક વૃદ્ધના કાનમાં પહેરેલી સોનાની મરચીઓ લઇ નાસી ગયા હતા . જેની કોઇ ભાળ મળી નથી . ત્યારે શુક્રવારે ભાભરના ભરચક એવા વાવ સર્કલ નજીક એક મહિલાના રૂપિયા ભરેલી થેલી આચકીને ભાગતા એક શખ્સને


હાઈવેના ટ્રાફિક પોઈન્ટ પરના ટી આર બીના જવાનો અને લોકોએ પાછળ દોડી જૈન સોસાયટી માંથી પકડી લીધો હતો .  લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા . દરમિયાન પોલીસ દ્વારા રીક્ષામાં બેસાડીને શખ્સને ભાભર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો . જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .


ઘટનાને પગલે જૈન સોસાયટી થી લઈને ભાભર વાવ સર્કલ પાસે


patan live news GJ 24

govabhai p ahir







 

Post a Comment

Previous Post Next Post