સુરત/ કડક કાર્યવાહીથી સિટી બસના ચાલકોમાં રોષ, સુરક્ષા અને પગાર વધારાની માગ સાથે થંભાવ્યા બસના પૈડાં


 સુરત/ કડક કાર્યવાહીથી સિટી બસના ચાલકોમાં રોષ, સુરક્ષા અને પગાર વધારાની માગ સાથે થંભાવ્યા બસના પૈડાં

સુરતના કતારગામમાં થયેલા અકસ્માત બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ભેસ્તાન ડેપો ખાતે તમામ સિટી બસના ચાલકોએ બસના પૈડાં થભાવી દીધા છે. પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોએ રૂટ અટકાવી હડતાળ પર ઉતર્યા હતાં. સેફટી અને પગાર વધારાની માંગ સાથે બસ ચાલકોએ હડતાલ કરી છે.

મહોમ્મદ વસીમે કહ્યું કે, 16 કલાકની જગ્યાએ 8 કલાકની નોકરીના 22 હજાર પગાર કરવાની માગ કરીએ છીએ. અકસ્માત જેવી ઘટના બને ત્યારે ચાલકને બેદરકાર દાખવવામાં આવે છે. ડ્રાઈવરના પગાર પણ કાપવામાં આવે છે. અકસ્માત સર્જનારને રસ્તામાં આવતાં અટકાવાતા નથી. કોઈ જાણી જોઈને અકસ્માત સર્જતા નથી. પરંતુ છેલ્લે ડ્રાઈવર અને કન્ડક્ટરને દોષિત ઠેરવવામાં આવે છે.ઉધના નવસારી રોડ ઉપર આવેલા તમામ રૂટ બસ ચાલકોએ અટકાવી દીધા છે. તાત્કાલિક ધોરણે ડિમાન્ડ પૂરી કરવાની માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસ ચાલકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યાં છે. ત્યારે ડ્રાઈવરોએ કહ્યું કે, બસના ડ્રાઈવરોને બદનામ કરવાની જે કોશિષ થઈ રહી છે તે બંધ થવી જોઈએ.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post