સુરત/ કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક, બસ ડ્રાઈવરોનો હાઈવે પર ચક્કાજામ, BRTS અને સિટી બસના ડ્રાઈવરોએ યોજી રેલી




 સુરત/ કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક, બસ ડ્રાઈવરોનો હાઈવે પર ચક્કાજામ, BRTS અને સિટી બસના ડ્રાઈવરોએ યોજી રેલી

સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યાં છે. નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. બીજી તરફ હાઈ વે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો.

સુરતમાં ડ્રાયવરો હડતાળને લઈ બસોનો ખડકલા ડેપોમાં થયા છે. તમામ BRTS અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે. અંદાજે 1000થી વધુ બસ ઓફ રોડ થઇ ગઈ છે. 3 દિવસ સુધી હડતાળ હોય બસો ડેપોમાં પાર્ક કરાઈ છે. 3 દિવસમાં કરોડો રૂપિયાનું નુકશાન પાલિકાને થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બસના ડ્રાઈવરોએ રેલી યોજીને કહ્યું કે, અકસ્માત કોઈ એકની ભૂલના કારણે થતાં નથી ત્યારે આ અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરોને જ સજા કરવી એ યોગ્ય નથી જેથી અમે વિરોધ કરવા ઉતર્યા છીએ.

હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતાં. પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિકજામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસેના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે ઉપર ચક્કા જામ કર્યો હતો.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post