સાબર ડેરીના પૂર્વ એમડી સામે થયેલ આક્ષેપ મુદ્દે વળતર ચૂકવવાનો આદેશ, ચોટાસણ સરપંચે સોશિયલ મીડિયામાં મૂકી હતી પોસ્ટ

સાબર ડેરીના પૂર્વ એમડી સામે થયેલ આક્ષેપ મુદ્દે વળતર ચૂકવવાનો આદેશ, ચોટાસણ સરપંચે સોશિયલ મીડિયામાં મૂકી હતી પોસ્ટ

સાબર ડેરીના પૂર્વ એમડી સામે થયેલ આક્ષેપ મુદ્દે વળતર ચૂકવવાનો આદેશ કરાયો

એમ.ડી બાબુભાઈ પટેલ સામે આક્ષેપ પુરવાર કરવામાં સરપંચ રહ્યા નિષ્ફળ

ચોટાસણના સરપંચ ચેતન પટેલને પાંચ કરોડનું વળતર ચૂકવવા આદેશ

સાબરદાણની ખરીદીમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચોટાસણ સરપંચે સોશિયલ મીડિયામાં મૂકી હતી પોસ્ટ

સાબર ડેરીના પૂર્વ એમ ડી સામે થયેલા આક્ષેપ મુદ્દે ચોટાસણ ગામના સરપંચને પાંચ કરોડનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. સાબરદાણ ખરીદીમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયા આક્ષેપ સાથે સરપંચ ચેતન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. સરપંચની પોસ્ટ બહોળા પ્રમાણમાં વાયરલ થઈ હતી.

સાબર ડેરીના એમ.ડી. બાબુભાઈ પટેલ સામે આક્ષેપ પુરવાર કરવામાં સરપંચ નિષ્ફળ રહ્યા

તો બીજી તરફ આ મામલે સાબર ડેરીના એમ.ડી. બાબુભાઈ પટેલ સામે આક્ષેપ પુરવાર કરવામાં સરપંચ નિષ્ફળ રહ્યા હતા. આ મામલે સાબર ડેરીના તત્કાલીન એમડી દ્વારા વળતર માટે કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. હિંમતનગર કોર્ટે પાંચ કરોડ રૂપિયા 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા ચોટાસણના સરપંચ ચેતન પટેલને આદેશ કર્યો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post