જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી નકલી DYSP ઝડપાયો, ખોટા ID પર મારતો હતો રોફ



 

જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી નકલી DYSP ઝડપાયો, ખોટા ID પર મારતો હતો રોફ


જૂનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો

એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો નકલી DYSP

વિનીત દવે નામનો શખ્સ ઝડપાયો

પોલીસે વધુ તપાસ હાથ ધરી


રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ હવે જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો છે, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે.

એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી DYSPને પોલીસ તંત્રે દબોચ્યો

મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ખાતામાં નોકરી આપવાનું કહીને સંખ્યાબંધ લોકોને છેતર્યા પણ છે.એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી DYSPને પોલીસ તંત્રે દબોચ્યો છે. આ શખ્સ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને અધિકારીઓ તેની સખ્તાઈ પૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. આ શખ્સે અન્ય કોઈ જગ્યાએ છેતરપિંડી આચરી છે કે નહીં તે તપાસમાં સામે આવશે.પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post