બનાસકાંઠા GPS કાંડ મામલો / સૂત્રધાર ડ્રાઈવર 3 દિવસના રિમાન્ડ પર, અનેક નવા ખુલાસા થવાની શક્યતા


 બનાસકાંઠા GPS કાંડ મામલો / સૂત્રધાર ડ્રાઈવર 3 દિવસના રિમાન્ડ પર, અનેક નવા ખુલાસા થવાની શક્યતા

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ લગાવવાના મામલે ગઈકાલે ડ્રાઈવરની ધરપકડ કરવામા આવી હતી. ત્યારે હવે જાસુસી કાંડનો સૂત્રધાર ડ્રાઈવર ત્રણ દિવસના રિમાન્ડ પર છે.

આ પણ વાંચોઃ કચ્છ સૌરાષ્ટ્રમાં ટ્રકના પૈડા થંભ્યા, 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં ડ્રાઈવરો કરી રહ્યા છે હડતાળજણાવી દઈએ કે, જાસૂસી કાંડમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ પકડાયા છે. જાસૂસી માટે ક્યા ભૂમાફિયાઓએ તેને લલચાવી જાશૂસી માટે પ્રેરિત કર્યો તેનો ખુલાસો થઈ શકે છે. એટલું જ નહીં કેટલા સમયથી આ જશુશી થતી હતી એનો પણ ખુલાસો થઈ શકે છે.આ ઉપરાંત જીપીએસ અને સિમકાર્ડ કોણે લઈ આપ્યું, જાસૂસી કરવા માટે કોણે કેટલા રૂપિયા આપ્યા હતા, જીપીએસ જાતેજ ફીટ કર્યું હતું કે કોઈની મદદ લીધી હતી, ભૂમાફિયાઓને આગોતરી જાણ કરવા ક્યા ફોન અને સિમનો ઉપયોગ કરાયો હતો, શું આ જાસુસીમાં ભૂસ્તર ટીમનો અન્ય કોઈ સહ તહોમતદાર છે કે કેમ વગેરે જેવા સવાલો પરથી પડદો ઉઠી શકે છે.મહત્ત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ સિસ્ટમથી કરાયેલા જાશુસી કાંડમાં ઝડપાયેલા આરોપી ડ્રાઈવર સુરેશ ચૌધરીની રિમાન્ડમાં સઘન પૂછપરછ ચાલુ છે અને આવા અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post