લ્યો બોલો.. બનાસકાંઠામાં ભૂમાફિયાઓએ સરકારી ગાડીમાં જ લગાવી દીધું GPS


લ્યો બોલો.. બનાસકાંઠામાં ભૂમાફિયાઓએ સરકારી ગાડીમાં જ લગાવી દીધું GPS

બનાસકાંઠાના અધિકારીઓની વોચ રાખવા ભુમાફીયાઓએ નવો કીમિયો અજમાવ્યો હતો. જિલ્લા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ ટ્રેકર લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

ભુમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી કઈ જગ્યાએ તપાસમાં જાય છે તે જાણવા અજાણ્યા શખ્સોએ લગાવી જીપીએસ લગાવ્યા હોવાનું અનુમાન છે. ભુમાફિયાઓ અને રોયલ્ટી ચોરી કરતા શખ્સઓએ સરકારી અધિકારીઓની રેડથી બચવા જીપીએસ લગાવ્યાનું અનુમાન છે.હાલ તો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સરકારી ગાડી પાછળ જીપીએસ લગાવવા મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post