પાટણ: સમીના ખેડૂતે જમીન બચાવવા કર્યો હતો અન્ન-જળનો ત્યાગ, તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિપજ્યું મોત


પાટણ: સમીના ખેડૂતે જમીન બચાવવા કર્યો હતો અન્ન-જળનો ત્યાગ, તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિપજ્યું મોત


બાલાભાઈ રાવળે જમીન પરત મેળવવા પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી રજુઆત

જમીન પચાવવા મામલે ત્રણ ઈસમો સામે આક્ષેપ

સુરેશ ભરવાડ, હિના ભરવાડ અને સુરેશ ઠાકોર સામે આક્ષેપ

ઈસમો સામે કાર્યવાહી ન થતા બાલા ભાઈએ અન્ન જળનો ત્યાગ કર્યો

બાલા ભાઈ રાવળની તબિયત લથડતા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડ્યા હતા

હોસ્પિટલમા બાલા ભાઈ રાવળનું નીપજ્યું મોત

રાજ્યના પાટણના સમી તાલુકાના ખેડૂત પોતાની જમીન બચાવવા ઉતર્યા હતા અનશન પર, પણ આખરે જીંદગી હારી ગઈ. મળતા અહેવાલ પ્રમાણે પાટણના સમી તાલુકાના ચાંદરણી ગામના ખેડૂતની જમીન 3 લોકો દ્વારા પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે ખેડૂતે તંત્ર સામે પણ મદદ માંગી હતી. મહત્ત્વનું છે કે બાલાભાઈ રાવળે જમીન પરત મેળવવા માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે અસંખ્યવખત રજુઆત કરી હતી.

પાટણ કલેક્ટર કચેરી ખાતે અસંખ્યવખત રજુઆત કરી

પાટણના સરકારી તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ખેડૂતે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. ભાલા ભાઈની વધુ તબિયત લથડતા તેમને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યુ હતું. પરિવારજનોએ ત્રણેય પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post