ગેરકાયદેસર રેતી ખનન મામલે 9 થી વધુ ડમ્પર અને રેતી ખનનની મશીનરી સહિત નો મુદામાલ ઝડપી પાડ્યો



  ગેરકાયદેસર રેતી ખનન મામલે 9 થી વધુ ડમ્પર અને રેતી ખનનની મશીનરી સહિત નો મુદામાલ ઝડપી પાડ્યો

પાટણ પંથક ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાની હકીકત આધારે ગાંધીનગર વિજિલન્સના અધિકારીઓ સહિતની ટીમ દ્ધારા પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામે ઓચિંતો છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન મામલે 9 થી વધુ ડમ્પર અને રેતી ખનનની મશીનરી સહિત નો મુદામાલ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા અને વિજિલન્સની રેડ મામલે પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત ની ટીમ ને જાણ થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ખંનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક પણે ચાલતી હોવાની બુમરાણ ઉઠતા શનિવારે ગાંધીનગર વિજિલન્સની ટીમે રેતી ખનન મામલે પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદરા ગામે ઓચિંતો છાપો મારી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.રેડ દરમિયાન 9 થી વધુ ડમ્પર અને રેત ખનન માટે ની મશીનરી ડિટેઇન કરી સમી પોલીસ મથકે લઈ જઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post