SURAT / બે શખ્સો વચ્ચે થયેલા ઝઘડામાં ઠપકો આપનાર ત્રીજાની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

SURAT / બે શખ્સો વચ્ચે થયેલા ઝઘડામાં ઠપકો આપનાર ત્રીજાની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Surat News સુરતના સરથાણા વિસ્તારમાં પાડોશી પાસે ટામેટા લેવા બાબતે થયેલ માથાકૂટમાં ઓરિસ્સાવાસી યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.માત્ર ટામેટા લેવા જેવી નજીવી બાબતે થયેલ આ હત્યા બાદ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.

સુરતના સરથાણા પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર,લસકાણા સ્થિત દ્વારકેશ સોસાયટીમાં નિરંજન નામક ઓરિસ્સાવાસી યુવક રહે છે.નિરંજનના પાડોશમાં જ રહેતો તેનો હમવતની કાળું ઉર્ફે કાળુંગુરૂ સંતોષગુરુ 26મી જાન્યુઆરીએ તેના ત્યાં ટામેટા લેવા માટે ગયો હતો.જ્યાં દરવાજો ખખડાવતા નિરંજન અને કાળુંગુરુ વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી.જે બાબતની જાણ નિરંજને પોતાના મિત્ર બિઘાધરા શ્યામલ પાંડવને કરી હતી. બિઘાધરાએ આ બાબતે કાળુંગુરુને ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી. ભારે બોલાચાલ અને માથાકૂટ બાદ બંને છુટા પડી ગયા હતા. પરંતુ બીજા દિવસે પોતાને આપેલ ઠપકાનો બદલો વાળવા કાળુંગુરુ ઘાતક હથિયાર લઈ બિઘાધરા પાસે પોહચી ગયો હતો. સાંજના દસ વાગ્યાની આસપાસ કાળુંગુરુએ પેટ અને થાપાના ભાગે ઘાતક હથિયાર વડે બીઘાઘરાને ગંભીર ઇજા પોહચાડતા સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબોએ બીઘાધરાને મૃત જાહેર કરતા સરથાણા પોલીસે હત્યાન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કાળુંગુરુને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે.

Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post