Banaskantha / થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત, 10 જેટલા ઈજાગ્રસ્ત


  Banaskantha / થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત, 10 જેટલા ઈજાગ્રસ્ત

Banaskantha news બનાસકાંઠામાં થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભીષણ છે કે ટ્રકચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવાઈ છે, જયારે એસ.ટી.બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. 

તો બીજી બાજું બસમાં સવાર મુસાફરો માંથી 10 જેટલા લોકોને ઇજા થતા સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ભેગા થયા અને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post