ડીસાના રાણપુર, ભડથ રોડ પર ચાલતા ડમ્પરો પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરશો તો થશે કાયદેસરની કાર્યવાહી
ડીસાના રાણપુર, ભડથ રોડ પર ચાલતા ડમ્પરો પર પ્રતિબંધ
રેતી ભરેલા વાહનો પર જિલ્લા મેજિસ્ટ્રેટે મનાઈ હુકમ ફરમાવ્યો
નદીની ભેખડે ડમ્પરો ચલાવવા મેજિસ્ટ્રેટનો હુકમ
ધારાસભ્ય પ્રવીણમાળી અને નાયબ કલેકટર નેહા પંચાલને મળેલ રજુઆતના પગલે જાહેરનામું
સ્થાનિકોની અકસ્માત અને ઉપદ્રવની રજુઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચના
બનાસકાંઠાના ડીસામાં જિલ્લા મેજિસ્ટ્રેટે મોટો નિર્ણય જાહેર કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણેલ ડીસાના રાણપુર – ભડથ રોડ પર ચાલતા ડમ્પરો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.રેતી ભરેલા વાહનો પર જિલ્લા મેજિસ્ટ્રેટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેકટર નેહા પંચાલને મળેલી રજૂઆતના પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
રેતી ભરેલા વાહનો પર જિલ્લા મેજિસ્ટ્રેટે મનાઈ હુકમ ફરમાવ્યો
સ્થાનિકોને અકસ્માત અને ઉપદ્રવની રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું..જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ છે કે આ ડમ્પરો નદીની ભેખડે ચલાવવામાં આવે.