સુરત/ સામાન્ય ઝઘડામાં જાહેરમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા કરાઇ, 8 વર્ષના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુ.પીના યુવકની હત્યા કરાઇ હતી. હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ મૃતકના પિતરાઇ ભાઇએ કહ્યું કે, આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી. તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતાં. ત્યાર બાદ યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પાંડેસરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી. યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તેમજ મરનાર યુવક 35 વર્ષીય રામુકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ હત્યા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.મૃતકના પિતરાઈ ભાઈ ચેતરામએ કહ્યું કે, રામુકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા. તેમજ પત્ની અને 8 વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા. ઘટના બુધવારની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ મારુતિ નગરમાં બની હતી. કેટલાક અજાણ્યા ઈસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો. ત્યાર બાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રામુને મૃત જાહેર કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝગડો થતા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા. તેમજ જાહેરમાં થેયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Patan live news GJ 24
Govabhai p ahir