નડિયાદ : ચલાલી પાસે બેકાબૂ ડમ્પરે બે નિર્દોષનો ભોગ લીધો, ડીવાઈડર કૂદીને ડમ્પર સામેથી આવતી બાઈક સાથે અથડાયું


  નડિયાદ : ચલાલી પાસે બેકાબૂ ડમ્પરે બે નિર્દોષનો ભોગ લીધો, ડીવાઈડર કૂદીને ડમ્પર સામેથી આવતી બાઈક સાથે અથડાયું

નડિયાદ તાલુકાના ચલાલી પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે બે નિર્દોષ યુવકોનો ભોગ લીધો છે. ડમ્પર ચાલક વિરૂધ્ધ ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચલાલી પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે ગઈકાલે રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ ડમ્પર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર કૂદીને ડમ્પર સામેથી આવતી બાઈક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બંને યુવકોના મોત નિપજ્યા છે.આ બંને યુવકો કામકાજ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચલાલી નજીક ડમ્પરના ચાલકે વળાંક પર ફુલ સ્પીડમા આવી એકાએક કાબુ ગુમાવતા ડમ્પર એક ફુટથી ઊંચું ડીવાઈડર કુદાવી સામેના રોડ પર આવી ગયું હતું અને એ બાદ બાઈક સાથે અથડાયું હતું. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post