ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, અર્જુન મોઢવાડિયાનું ભાજપામાં જોડાવાનું લગભગ નક્કી!

 રાજકારણના સૌથી મોટા સમાચાર, અર્જુન મોઢવાડિયાનું ભાજપામાં જોડાવાનું લગભગ નગુજરાતનાક્કી!

ગુજરાતની રાજનીતિને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આગામી ફેબ્રુઆરીમાં અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાશે એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ૫૦૦૦થી વધુ કોગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે. ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બીજેપીમાં જોડાશે એવી વિગતો પણ મળી રહી છે. આગામી દિવસોમાં કોગ્રેસના પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તેઓ દિલ્લી ખાતે બીજેપીમાં જોડાશે એવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

આગામી લોકસભા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી લોકસભાની ટિકિટની ભાજપ આપે તેવી શક્યતાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસમુક્ત ગુજરાત બનાવવાનું ભાજપનું લક્ષ્ય છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ અર્જુન મોઢવાડિયાના અલગ જ સુર જોવા મળ્યા હતા. હાલ અર્જુન મોઢવાડીયાના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને હિંમતસિંહ પટેલ આવી પહોંચ્યા હતા.કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા પંજાનો સાથ છોડી રહ્યા છે. જણાવી દઈએ કે છેલ્લાં કેટલાક દિવસોમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે.અજૂર્ન મોઢવાડિયા ભાજપમાં જોડવાની સંભાવનાની ચર્ચા એટલે જાગી હતી કે, તાજેતરમાં જ્યારે કોંગ્રેસના હાઇ કમાન્ડે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇન્કાર કર્યો અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી ત્યારે મોઢવાડિયાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે.દેશવાસીઓની આસ્થાનો વિષય છે, ત્યારે કોંગ્રેસ નેતાઓએ આવા રાજકીય નિવેદનથી દુર રહેવું જોઇએ. અર્જૂન મોઢવાડિયાએ રામ પ્રાણ પ્રતિષ્ઠા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડથી વિરુદ્ધ પોતાનો મત દર્શાવ્યો હતો.આ સિવાય ગુજરાતના મોટા રાજકીય કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાતની પોરબંદર ખાતે યોજાયેલ ઈવેન્ટમાં પણ મોઢવાડિયા સામેલ થયા હતા અને તાજેniતરમાં એક કથામાં પણ ભાજપ નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો.

ગુજરાતની રાજનીતિને લઇ સૌથી મોટા સમાચાર

અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે

આગામી ફેબ્રુઆરીમાં અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાશે

૫૦૦૦થી વધુ કોગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે

ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બીજેપીમાં જોડાશે

આગામી દિવસોમાં કોગ્રેસના પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

દિલ્લી ખાતે બીજેપીમાં જોડાશે

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post