*સાંતલપુરના સર્વિસ રોડની કામગીરી માં ગેરરીતિ થઈ હોવાનો વિડિયો થયો વાયરલ...*







  પાટણ રાધનપુર 

*સાંતલપુરના સર્વિસ રોડની કામગીરી માં ગેરરીતિ થઈ હોવાનો વિડિયો થયો વાયરલ...*

*સાંતલપુરમાં ભ્રષ્ટાચારનાં રોડનો વિડિયો થયો વાયરલ : કોન્ટ્રાક્ટ દ્વારા ધૂળ પરજ ડામર પાથરી દેવાના આક્ષેપ નો સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ...*

*વાયરલ વિડિયો માં રોડ ની નબળી કામગીરી સામે આવતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ..!! ફક્ત 1 ઇંચ જેટલો રોડ એકજ દિવસ માં બની ગયો બોલો..!!!*

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઇવે ની બાજુમાં સર્વિસ રોડની કામગીરી માં ગેરરીતિ થઈ હોવાનો વિડિયો થયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ પણે સાંતલપુરમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડિયો નેશનલ હાઇવે ની બાજુમાં સર્વિસ રોડનો વિડિયો જે સાંતલપુર નો હોવાની વિગતો સામે આવી છે. સાંતલપુર માં થઈ રહેલા કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ધૂળ પરજ ડામર પાથરી દેવાના આક્ષેપ નો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહિ પરંતુ આ રોડ ફક્ત ને ફક્ત એકજ દિવસ માં તૈયાર કરી દેવામાં આવ્યો છે અને બનેલ રોડ માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.ત્યારે આ વાયરલ વિડિયો માં રોડ ની નબળી કામગીરી સામે આવતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું..!! મહત્વનું છે કે આ રોડની કામગીરી જે વિડિયો માં ફક્ત 1 ઇંચ જેટલો રોડ એકજ દિવસ માં બની ગયો છે તેવું વાયરલ વિડિયો માં આક્ષેપ કરાયો છે.

એક જાગૃત નાગરિકે રોડની કામગીરી નો આ વિડિયો સોશિયલ મીડિયામાં  વાયરલ કર્યો છે.અને આ સર્વિસ રોડ ની કામગીરી નો વિડિયો હોવાનો ઘટસ્ફોટ થયો છે તેમજ સાંતલપુર નેશનલ હાઇવે દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો હતો જે દરમિયાન કામગીરી માં ભ્રષ્ટાચાર આચરતા જાગૃત નાગરિકે રોડની કામગીરી નો વિડિયો કર્યો વાયરલ  કર્યો છે. વાયરલ વિડિયો માં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નેશનલ હાઇવે નાં કોન્ટ્રાક્ટ દ્વારા ધૂળ પરજ ડામર પાથરી દેવાના આક્ષેપ નો સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ થઈ રહ્યો છે.

સાંતલપુર માં એક્જ દિવસ માં સર્વિસ રોડનું કામ થઈ ગયું અને મોટા પાયે ગેરરીતિ આચરી મોટા પાયે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે.ત્યારે આવા જવાબદાર અને ભ્રષ્ટાચારી બાબુઓ સામે ક્યારે કડક વલણ દર્શાવશે તે જોવું રહ્યું. સાંતલપુરના સર્વિસ રોડની કામગીરી દરમિયાન મોટા પાયે ગેરરીતી થઈ હોવાનો વિડિયો માં આક્ષેપ કરાયો છે.તેમજ ફક્ત ને ફક્ત 1 ઇંચ જેટલો ડામર પાથરી આ રોડ બનાવવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિયો માં આક્ષેપ થયો છે.ત્યારે આવા કોન્ટ્રાક્ટર દ્વારા આવા મોટા પાયે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવા ભ્રષ્ટાચારી બાબુઓ સામે ક્યારે કડક વલણ દર્શાવશે તે જોવું રહ્યું. હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે કે આટલી નબળી કામગીરી સામે આ રોડ કેટલો ટકાવ રહેશે તેવું સ્થાનિકો પણ જણાવી રહ્યા છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post