સુરત/ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7.18 લાખના મુદ્દામાલ સાથે 39 ખેલીઓ ઝડપાયા


  સુરત/ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7.18 લાખના મુદ્દામાલ સાથે 39 ખેલીઓ ઝડપાયા

સુરતમાં ચાલતી ગેરકાયદે જુગાર અને દારૂની બદ્દીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડોની કામગીરીમાં 39 જુગારીઓ પાસેથી 2.67 લાખની મત્તા કબ્જે કરવામાં આવી હતી. સાથે જ 35 મોબાઈલ અને 7 વાહનો મળીને કુલ 7.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. શાહપોર સ્થિત ખજૂરાવાડી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. જુગારીઓ પાસેથી સ્થળ પરથી રોકડા રૂપિયા 2.67 લાખની મત્તા જપ્ત કરાઈ હતી. મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ,7 વાહનો સહિત 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હંસોટી અને ગુલામ સાબીર શેખ દ્વારા જુગારધામના મુખ્ય સૂત્રધાર છે. સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી. તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવુ રહ્યું છે. સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલ શહેરના અન્ય ક્યા વિસ્તારમાં રેડ કરે છે તે પણ જોવું રહ્યું કારણ કે સ્થાનિક પોલીસની રહેમ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post