અમદાવાદ / કોર્ટમાં વકીલ અને મેજિસ્ટ્રેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ચર્ચા બાદ મેજિસ્ટ્રેટે વ્યક્ત કરી દિલગીરી
અમદાવાદ / કોર્ટમાં વકીલ અને મેજિસ્ટ્રેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.આમ તો કોઈ કોર્ટની વાત થાય તો તમારા મનમાં કોર્ટરૂમમાં ચાલતી ધારદાર દલિલોનો ચિત્ર ઉભુ થાય છે. ઘણી વખત કોર્ટરૂમમાં થતી દલિલો ઉગ્ર પણ બનતી હોય છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આવો જ એક કિસ્સો બન્યો હતો.
આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલ અને મેજિસ્ટ્રેટ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનને થઈ તો મેટ્રો કોર્ટમાં તમામ વકીલો એકઠાં થઈ ગયા હતા. જો કે આખરે ચર્ચા બાદ મેજિસ્ટ્રેટે દિલગીરી વ્યક્ત કરી હતી.
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
समाचार