રાજકોટ / છેતરપિંડીના ગુન્હામાં પોલીસ વાનનો ઉપયોગ, ડ્રાઈવરો જ નીકળ્યા આરોપી


  રાજકોટ / છેતરપિંડીના ગુન્હામાં પોલીસ વાનનો ઉપયોગ, ડ્રાઈવરો જ નીકળ્યા આરોપી

રાજકોટ શહેરમાં છેતરપિંડીનાં ગુનામાં પોલીસ જીપનો ઉપયોગ કરનાર પોલીસના જ બે આઉટટસોર્સિંગ ડ્રાઈવરો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.જેમાં ફરિયાદી મૈયાભાઈ ગમારાની ફરિયાદ પરથી તપાસ કરતા સમગ્ર મામલે આઉટસોર્સિંગ ડ્રાઇવરોની પણ ભૂમિકા નીકળી હતી.

પોલીસના જ બે આઉટ સોર્સિંગ ડ્રાઈવરો હોવાનો ચોંકાવનારો ખુલાસો

આ કેસમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ મુનાફ ઉર્ફે મુન્નો ઉમરેટિયા અને આસિફ ઉર્ફે સુલતાન ધાનાણીએ ફરિયાદી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડી આચરી હતી.તેમજ સસ્તું સોનું અપાવી દેવાના નામે પોલીસ આવી ગઇ તેવું તરકટ રચીને રૂપિયા લઈ લીધા હતા.

પોલીસે આઉટ સોર્સિંગ ડ્રાઈવર મનીષ ત્રિવેદી અને અશોકસિંહ સહિત કુલ છ શખ્સોની અટકાયત

આ મામલે પોલીસે આઉટ સોર્સિંગ ડ્રાઈવર મનીષ ત્રિવેદી અને અશોકસિંહ સહિત કુલ છ શખ્સોની અટકાયત કરી છે. બંને ડ્રાઇવરોએ પોલીસની જીપ લઇ પોલીસનો ડર દેખાડવાના 10 હજાર રૂપિયા  લીધા હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Patan live news GJ 24 

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post