સુરત/ દેવું ઉતારવા પતિએ જ પત્નીની કારની કરી ચોરી, પોલીસે ભાંડો ફોડીને કરી ધરપકડ

સુરત/ દેવું ઉતારવા પતિએ જ પત્નીની કારની કરી ચોરી, પોલીસે ભાંડો ફોડીને કરી ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં માથે થયેલ દેવું વાળવા પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી હતી.પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુના નો ભેદ મુકેલી કાઢ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જ્યાં કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ 5 રાજ્યોમાં રજા જાહેર કરાઈ, 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો પણ રહેશે બંધસુરતના ઉધના વિસ્તારમાં અજીબો- ગરીબ કિસ્સો સામે આવ્યો છે.ઉધના પોલીસ ચોપડે નોંધાયેલ કાર ચોરીના ગુનામાં મહિલા પતિ દ્વારા જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર,ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપુત દ્વારા ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંચન બેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડીરાત્રીના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કંચનબેન ની ફરિયાદના આધારે ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુના નો ભેદ ઉકેલી કાઢવા કમર કસી હતી.દરમ્યાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર શખ્સે નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.ઉધના પોલીસ દ્વારા કંચનબેન ના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપુત ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જે પોલીસ પૂછપરછ માં આરોપીએ જણાવ્યું હતું કે, પોતાના માથે દેવું થઈ જવાના કારણે તેની સરભરા કરવા પોતે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી. જે માટે ઈકબાલ પઠાણને કારની ચાવી પણ પોતે આપી હતી. વાહનો પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી, જેના કારણે દેવું થઈ જતા તે લોન ની ભરપાઈ કરી શકતો નહોતો. જેથી કારચોરીનો પ્લાન બનાવ્યો હોવાની હકીકત પોલીસને જણાવી હતી.જ્યાં ઉધના પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ કાર પણ કબજે લઈ ફરાર મિત્રની શોધ ખોળ હાથ ધરી છે.જોકે ઉધના વિસ્તારમાં સામે આવેલા કિસ્સાને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં આરોપી પતિએ અંતે પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post