JUNAGADH / ઝાલણસર ગામમાં લુખ્ખા તત્વના આતંકથી આખું ગામ ભયભીત, ન્યાયની માંગ સાથે કલેક્ટરને કરાઈ રજૂઆત



JUNAGADH / ઝાલણસર ગામમાં લુખ્ખા તત્વના આતંકથી આખું ગામ ભયભીત, ન્યાયની માંગ સાથે કલેક્ટરને કરાઈ રજૂઆત

Junagadh News જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામમાં લુખ્ખા તત્વના આતંકથી ગામ ભયભીત બની ગયું છે. કેટલાય વર્ષોથી રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનો ન્યાયની માંગ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

ઝાલણસર ગામમાં એક લુખ્ખા શખ્સ દ્વારા ભયનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે. લુખ્ખા શખ્સના મળતીયાઓ દેશી દારૂના હાટડાઓ ચલાવી, ઈંડા અને નોનવેજની હાટડીઓ ચલાવે છે. મહિલાઓની છેડતી કરી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે. 

આ ઉપરાંત ખેડૂતો સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની ખોટી અરજીઓ કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા અંતે ઝાલણસર ગામની મહિલા, સંત સહિતના ખેડૂતો આજે ટ્રેકટરો ભરી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોએ કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતનાઓને આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી 15 દિવસમાં નિરાકરણ કરવાની માંગ કરી છે. જો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો આસપાસના તમામ ગામો આંદોલનમાં જોડાશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post