લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 36 માંથી 32 અરજીઓ દફતરે કરી નિકાલ કર્યો
ચાર ગામોમાં નોટિસ પછી 15 દિવસમાં દબાણ ખુલ્લું ન થાય તો ગુનો દાખલ થશે
સાંતલપુરના બાબરા , સિદ્ધપુરના મુડવાડા , રાધનપુરના મોટીપીપળી અને પાટણના દબાણદારોને દબાણ હટાવવા નોટિસ આપવા સૂચના
પાટણ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો . પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી , જેમાં દબાણની 36 અરજીઓની ચર્ચા કરવામાં આવી હતી , જેમાંથી 32 અરજીઓમાં દબાણ ખુલ્લું થઈ ગયું હોવાથી અથવા અરજદારો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી તે દફતરે કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો . જ્યારે સાંતલપુરના બાબરા ગામ , સિદ્ધપુરના મુડવાડા ગામ , રાધનપુરના મોટીપીપળી અને પાટણ એમ ચાર અરજીઓમાં દબાણો ખુલ્લા કરવા માટે દબાણદારોને નોટિસ આપવા અને નોટિસ આપ્યા બાદ 15 દિવસમાં દબાણુ દૂર કરવામાં ન આવે તો લેન્ડગ્રેબિંગ ગુનો દાખલ કરવા માટે કલેકટરે મામલતદારોને સૂચના આપી હતી .
પાટણ કલેકટર કચેરી ખાતે ગુરુવારે મળેલી લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં સાંતલપુરના બાબરા , સિદ્ધપુરના મુડવાડા , રાધનપુરના મોટીપીપળી અને પાટણના દબાણદારોને દબાણ ખુલ્લું કરવા નોટિસ આપવા માટે મામલતદારોને કલેકટરે સૂચના આપી છે . નોટિસના 15 દિવસ બાદ દબાણ ખુલ્લું ન થાય તો લેન્ડ