ડાંગ : સાપુતારા ઘાટમાર્ગ પર ટ્રક પલ્ટીને કાર પર પડતા કચ્ચરઘાણ વળી ગયો, 4 લોકોના મોતની આશંકા


 ડાંગ : સાપુતારા ઘાટમાર્ગ પર ટ્રક પલ્ટીને કાર પર પડતા કચ્ચરઘાણ વળી ગયો, 4 લોકોના મોતની આશંકા

સાપુતારા ઘાટમાર્ગ પર ગુરૂવારે ટ્રકની બ્રેક ફેલ થતા પ્રવાસી કારને ટક્કર મારી હતી. જેના પગલે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. જોકે, બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગ પર આજે ગુરૂવારે બ્રેક ફેલ થતા ટ્રક પલ્ટીને પ્રવાસી કાર પર પડતા કારનો બુકડો બોલી ગયો હતો. પરિણામે કારમાં સવાર લગભગ ચાર લોકો ચગદાઈ ગયા હતા. આ પ્રવાસી કારમાં 4 થી વધુ મુસાફરો દબાઇ ગયા હોવાનું સ્થાનિકોનું અનુમાન છે.સ્થાનિકો દ્વારા તમામને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ તંત્રની પણ મદદ માંગવામાં આવી હતી. તેમજ પોલીસના કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post