સુરત/ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટ બાદ સારવાર હેઠળ રહેલા બીજા ઈસમનું નીપજ્યું મોત


  સુરત/ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટ બાદ સારવાર હેઠળ રહેલા બીજા ઈસમનું નીપજ્યું મોત

સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગનો ધંધો બે રોકટોક ધંધો ધમધમે છે. તેવા સમયે કતારગામ જીઆઇડીસીમાં અગાઉ લાગેલી ગેરકાયદેસર સિલિન્ડર માંથી ગેસ રિફિલિંગ દરમિયાન અચાનક જોરદાર પ્રંચડ બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા ચાર વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તરૂણ બાદ વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ નવી જી.આઇ.ડી.સીમાં એક કાચી ખોલીમાં ૩૫ વર્ષીય મુન્ના વિનોદ પટેલ ગેસ રિફિલિંગનું કામ કરે છે. જોકે આજે સોમવારે સવારે મુન્ના સહિતના વ્યકિત મોટા સિલિન્ડર માંથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા હતા. તે સમયે ગેસ લીકેજના લીધે ફેલશ ફાયર થવાના લીધે જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયા પછી આગનો ભડકો થયો હતો. જેમાં ત્યાં હાજર મુન્ના,૨૩ વર્ષીય છોટુ દામોદર માથુર, બેરૃન ભરોસિંગ સગવર(ઉ-વ-૧૮) અને ઓમપ્રકાશ સુધીર સગવર શરીરના ભાગે દાઝી ગયા હતા.દાઝી ગયેલા ચારેય વ્યક્તિઓ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં ચારેય ૫૦ ટકાથી વધુ દાઝી ગયા હોવાથી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. સુત્રોએ કહ્યુ કે ગેરકાયેદસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતુ હતુ. જોકે ત્યાં જોરદાર ધડકા સાથા બ્લાસ્ટ થયા બાદ આગનો ભડકો થયો હતો. જેના લીધે પતરા તુટી ગયા, ખોલીમાં સામાન વેરવિખેર થઇ ગયો સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 15 વર્ષીય ઓમપ્રકાશનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ સોમવારે સવારે 23 વર્ષીય છોટુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી આ ઘટનામાં મરણાંક 2 થયા છે.

Patan live news GJ 24 

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post