જામનગર એરપોર્ટ બહાર વીજ પોલમાં કામગીરી કરતા સમયે શોક લગતા કર્મચારીનું ઘટનાસ્થળ પર જ મોત

જામનગર એરપોર્ટ બહાર વીજ પોલમાં કામગીરી કરતા સમયે શોક લગતા કર્મચારીનું ઘટનાસ્થળ પર જ મોત

જામનગર એરપોર્ટ બહાર એક વ્યક્તિ વીજ પોલમાં કામગીરી કરતા સમયે શખ્સનું શોક લગતા બળીને ખાખ

11 કેવીના વાયરમાં શોક લાગતા વ્યક્તિ બળીને ભડથું

ફાયર , એમ્બ્યુલન્સ ,પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે

એરપોર્ટના ગેટ પાસે ઘટી દુર્ઘટના

એરપોર્ટનો કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ

રાજ્યના જામનગર એરપોર્ટ બહાર એક વ્યક્તિને અચાનક કરંટ લાગતા બળીને રાખ થવાની ઘટના સામે આવી છે. આ શખ્સ એરપોર્ટનાં ગેટ પાસે વીજપોલમાં કામગીરી કરતો હતો. વીજપોલમાં કામગીરી કરતી વખતે 11 કેવીના વાયરમાં કરંટ લાગતા વ્યક્તિ બળીને ભડથું થઇ ગયો હતો.

ફાયર , એમ્બ્યુલન્સ ,પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

મળતા અહેવાલ પ્રમાણે આ ઘટનાનાં પગલે ફાયર , એમ્બ્યુલન્સ ,પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.મૃતક એરપોર્ટનો કર્મચારી હોવાનું અધિકારીઓનું પ્રાથમિક તારણ છે. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલાની પોલીસ ઝીંણવટપૂર્વક તપાસ કરી રહી છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post