KHEDA / ઠાસરા પાસે મહી કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું, એક બાળકીનો બચાવ



  KHEDA / ઠાસરા પાસે મહી કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું, એક બાળકીનો બચાવ

ઠાસરામાં નેસ પાસે મહી કેનાલમાં બની ઘટનાબે વર્ષની એક બાળકીને બચાવી લેવાઈ માતા અને અન્ય બે બાળકોની શોધખોળ ચાલુ Kheda News ખેડા જિલ્લાના ઠાસરામાં નેસ પાસે મહી કેનાલમાં એક  માતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું હતું.આ ઘટનામાં સ્થાનિક તરવૈયાઓએ એક બે વર્ષની બાળકીને ડૂબતા બચાવી લીધી હતી, જેને સારવાર માટે ડાકોર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

આ ઘટનામાં માતા સાથે અન્ય બે બાળકો કેનાલના પાણીમાં ગરકાવ થયા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.  માતા બાળકો સાથે પગ લાપસતા પાણીમાં પડી હોવાનું અનુમાન છે, જોકે કેનાલ પરથી બાળકો અને માતાના ચપ્પલ મળી આવતા આત્મહત્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post