સુરત/ કેનેડા-UKના વિઝાના નામે છેતરપિંડી, રૂપિયા ખંખેરી લઈ સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર

સુરત/ કેનેડા-UKના વિઝાના નામે છેતરપિંડી, રૂપિયા ખંખેરી લઈ સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર

સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા છે. 20.66 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણ એ અડાજણ ના વિસ્તારમાં ઓફિસ ખોલી હતી. અડાજણમાં ક્રિપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા.

વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આઠથી વધુ લોકો ભોગ બન્યાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રકાશભાઈને વિદેશમાં નોકરી અપાવાના તેમજ વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂપીયા ૬,૮૬,૫૦૦ પડાવ્યા હતા.જુન-જુલાઈ ૨૦૨૩માં વીઝા થઈ જવાની વાત કરી હતી. જોકે વિઝા નહી થતા પ્રકાસભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરુઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. તે દરમ્યાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણબંધુઓએ તેમના ઉપરાંત અન્ય આઠ લોકો પાસેથી મળી કુલ રૂપિયા ૨૦,૬૬,૫૦૦ પડાવ્યા છે. કોઈને પણ વિદેશમાં કલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે. પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

patan live news GJ 24

govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post