*રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડી માં કોન્ટ્રાકટર દ્રારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી દાખવતા ગ્રામજનો એ યોગ્ય તપાસ ની કરી માંગ* બોક્સ:














  પાટણ રાધનપુર

*રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડી માં કોન્ટ્રાકટર દ્રારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી દાખવતા ગ્રામજનો  એ યોગ્ય તપાસ ની કરી માંગ*

બોક્સ:

*કલ્યાણપુરા ગામ ખાતે નવીન બની રહેલ આંગણવાડી નાં કામમાં કાચી ઈંટો નો ઉપયોગ થઈ રહ્યો છે, પાયો દોઢ ફૂટ જેટલો ખોદવામાં આવ્યો અને જૂના પાયા પર નવીન કામ શરૂ કરવામાં આવ્યું...ત્યારે કોન્ટ્રાકટર ની બેદરકારી સામે આવતા અનેક સવાલો..!!*

બોક્સ 

*આંગણવાડી માં કોન્ટ્રાકટર ની બેદરકારી સામે સવાલ: નકશા પ્રમાણે અને પાયાના ઊંડાણ બાબતે જાગૃત નાગરિકે આવેદનપત્ર આપી ધરણાં ઉપર ઉતારવાની તૈયારી બતાવી*

બોક્સ

*આંગણવાડી ની કામગીરી માં થયેલ બેદરકારી બાબતે કલ્યાણપુરા ગામનાં 50 જેટલા યુવાનો તાલુકા સેવા સદન ખાતે આગામી સમયમાં ધરણાં પર બેસવાની તૈયારી બતાવી*

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે જૂની આંગણવાડી જર્જરિત બનેલ હોય થોડા સમય અગાઉ જ પાડી દેવામાં આવી હતી.અને હાલમાં નવીન આંગણવાડી નું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ નવીન બની રહેલ આંગણવાડી માં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતી થઈ રહી છે.અને બેદરકારી પણ જોવા મળી રહી છે.ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલ આંગણવાડી માં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેલ  હોવાનો અને કામમાં ગેરરીતી થતી હોવાનો ગ્રામજનો એ આક્ષેપ કર્યો છે. ત્યારે રાધનપુરનાં કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડી માં જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે.તેમજ આ આંગણવાડી નું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામનાં જાગૃત નાગરિક મનુભાઈ ઠાકોર અને રમેશભાઈ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન એ આક્ષેપ લગાવ્યા છે.

રાધનપુર તાલુકાના  કલ્યાણપુરા ગામનાં યુવાન ઠાકોર રમેશભાઈ સવદાનભાઈ,ઠાકોર મનુભાઈ રઘુભાઈ નાં જણાવ્યા અનુસાર નવીન બની રહેલ આંગણવાડી નો મુખ્ય અને મેન પાયો ફક્ત ને ફકત દોઢ ફૂટ જેટલો જ પાયો ખોદી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.તેમજ જૂની આંગણવાડીના જૂના પાયા ઉપર નવી આંગણવાડી નું કામકાજ શરૂ દેવામાં આવ્યું છે. તેમજ એક પાછળ ની બાજુની દિવાલ નું કામ શરૂ કરવામાં આવ્યું છે સાથે બાજુ માં બીજી દીવાલ ની સાઈડ માં ફક્ત દોઢ ફૂટ જેટલો પાયો ખોદી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને જે ઈંટો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ બિલકુલ કાચી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે જાગૃત યુવાને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરી કાચી ઈંટો દૂર કરવામાં આવે અને પાયો ફરીથી નકશા મુજબ ખોદકામ કરી ફરીથી નવીનસર કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મહત્વનું છે જે કલ્યાણપુરા ગામમાં નવીન આંગણવાડી મંજૂર થઈ છે અને ચાલુ કામમાં હાલમાં કાચી ઈટો નો ઉપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આંગણવાડી નો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી ફકત દોઢ ફૂટ જેટલો જ પાયો ખોદકામ કરવામાં આવ્યો છે. ત્યારે આ પૂરતા પ્રમાણ માં પાયા નું ખોદકામ કરવામાં આવે અને સાથેજ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગામનાં યુવાન એ વધુમાં જણાવ્યું હતું કે આ આંગણવાડી નાં કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી આચરી કામ કરી રહ્યા છે. જેને લઇને તે કામ અટકાવવા અને સારું કામ નકશા મુજબ કરવા મટે ગામનાં જાગૃત યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીના કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર મૌખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જાગૃત યુવાને આ કામને અટકાવવા અને યોગ્ય વ્યવસ્થા સાથે સારું કામ કરવાના હેતુસર માંગ કરી છે.

કલ્યાણપુરા ગામનાં યુવાન રમેશભાઈ,મનુભાઈ ઠાકોર સહિત આંગણવાડી કાર્યકર ગીતાબેન ભરવાડ એ કોન્ટ્રાક્ટર જોડે વાતચીત કરી હોવા છતાં યોગ્ય કામગીરી નહિ કરવામાં આવતા આખરે મીડિયાનો સહારો લીધો હતો.અને મીડિયાના માધ્યમથી પોતાની આપવીતી જણાવી હતી. પત્રકાર સાથેની વાતચીત દરમિયાન અને મીડિયાના માધ્યમથી આ થયેલ કામના વિડિયો અને જે ગેરરીતિ આચરવા માં આવી છે તે વિષય ઉપર જણાવ્યું હતું. આંગણવાડી નું કામ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જૂના પાયા ઉપર નવીન નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કરવામાં આવી રહેલ કામ કેટલું યોગ્ય તે એક પ્રશ્ન...!!!

કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી કામ કરી રહ્યા હોવાની વિગત સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.અને ગામમાં બની રહેલ નવીન આંગણવાડી નાં કામકાજ માં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જૂના આંગણવાડી નાં પાયા દૂર કર્યા વિના એજ પાયા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.તો આ આંગણવાડી આવનાર સમય માં કેટલી ટકશે એ એક પ્રશ્ન ઉભી થઇ રહ્યો છે. આવનાર સમય માં કોઈ સંજોગ દરમિયાન આ કરેલ કાચા કામના લીધે જો આંગણવાડી ધ્વસ્ત થઈ જાય અને બાળકો ને કઈ થસે તો તમામ જવાબદારી કોન્ટ્રાકટર ની રહેશે તેવું જણાવ્યું હતું.તો બીજી તરફ કામમાં કાચી ઈંટો નો પણ ઉપયોગ થઈ રહ્યો છે સાથે સાથે પાયો પણ પૂરતા પ્રમાણમાં ખોદવામાં આવ્યો નથી ત્યારે કોન્ટ્રાક્ટરે જે કામમાં ગેરરીતિ આચરી છે અને કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઇને આ કામ અટકાવવા અને વ્યવસ્થિત નકશા મુજબ ફરીથી કામ કરવામાં આવે તેવી જાગૃત યુવાનો ની આંગણવાડી કાર્યકર સહિત ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

કલ્યાણપુરા ગામનાં જાગૃત યુવાન રમેશભાઈ,મનુભાઈ રઘુભાઈ નાં મતે નવીન બની રહેલ આંગણવાડી માં યોગ્ય મટીરીયલ પણ વાપરવામાં નથી આવ્યું અને ચાલુ કામમાં પાયો ફક્ત દોઢ ફૂટ જેટલો ખોદવામાં આવ્યો છે તે પાયો ફરીથી ઊંડાણ કરી પાયો મજબૂત ખોદવામાં આવે અને નકશા મુજબ ની કામગીરી કરવામાં આવે સાથેજ આંગણવાડી માં જે કચરો સાફ કરવામાં આવ્યો નથી ત્યારે પહેલા તો આ કચરો દૂર કરવામાં આવે અને પછી જે તે નકશા મુજબ પાયાની યોગ્ય કામગીરી કરી પછી જ આગળ કામ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.અને આંગણવાડી માં ધાબા વાળુ કામકાજ કરવાનું હોય આરસીસી  બીમ ભરવામાં આવે તેવી પણ યુવાનો ની માંગ ઉઠી છે અને યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે અને લાગતાં વળગતા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવું જણાવ્યું હતું. જો આ રીતે કામ શરૂ કરવામાં નહિ આવે તો આગામી સમય માં તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં 50 થી વધુ લોકો યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવા જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણાં પર બેસવાની તૈયારી બતાવી છે.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post