કચ્છ / 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો


 કચ્છ / 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના  સામે આવી છે. કચ્છમાં  ખેડૂતની જમીન પચાવી પાડવાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. 

ગુજરાતના બે આઇપીએસ અધિકારીઓ, ત્રણ ડીવાયએસપી અને પીએસઆઇ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી પરમાનંદ લીલારામ શીરવાણીની જમીનના વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. વર્ષ 2015માં ઇલેક્ટ્રોથર્મ કમ્પનીએ ફરિયાદી ખેડૂત પરમાનંદ લીલારામનું અપહરણ કરી મિલ્કત પચાવી પાડવામાં આવી હતી. આ મામલે ભોગ બનેલા ખેડૂતે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. ઉલ્ટાનું કચ્છ રેન્જના પોલીસ અધિકારીઓએ ઇલેક્ટ્રોથર્મ કંપનીને મદદ કરી હતી. આ મામલે ફરિયાદીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કંપની અને પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ 6  પોલીસ અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ 

તત્કાલિન આઈપીએસ (એસપી) જી.વી બારોટ અને ભાવના પટેલ 

તત્કાલિન ડીવાયએસપી ડી.એસ.વાઘેલા, આર.ડી.દેસાઇ, વી.જે.ગઢવી 

તત્કાલિન પીએસઆઈ એન.કે.ચૌહાણ

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર 

Post a Comment

Previous Post Next Post