અમદાવાદ / ભાજપના આ નેતા દારૂનો ધંધો કરતા ઝડપાયા! સ્મશાન ગૃહમાં સંતાડેલો હતો દારૂનો જથ્થો


 અમદાવાદ / ભાજપના આ નેતા દારૂનો ધંધો કરતા ઝડપાયા! સ્મશાન ગૃહમાં સંતાડેલો હતો દારૂનો જથ્થો

અમદાવાદ શહેરમાંથી દારૂ ઝડપાવો એ કોઈ નવી વાત નથી પરંતુ હવે તપ હદ થઇ ગઈ છે. ગિફ્ટ સિટીમાં દારૂની આપેલી છૂટને જાણે સમગ્ર ગુજરાતમાં છૂટ મળી હોય તેમ સમજી ભાજપના જ એક નેતાએ હવે દારૂના ધંધામાં ઝંપલાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ખોખરા વોર્ડના અનુસૂચિત જાતિના પ્રમુખ અક્ષય વેગડ 50 પેટી દારૂ સાથે ઝડપાતા દારૂબંધીના લીરેલીરા ઉડી ગયા છે. પોલીસે હાટકેશ્વર સ્મશાનમાં બાતમીના આધારે દરોડા પાડી હાટકેશ્વર સ્મશાન ગૃહની ભઠ્ઠીમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અક્ષય વેગડે હાટકેશ્વર સ્મશાન ગૃહમાં 1800 બોટલ દારૂ અને 100 જેટલી બીયરનો જથ્થો સંતાડ્યો હતો. ખોખરા પોલીસને જાણ થતા ખોખરા પોલીસ સ્મશાન ગૃહ પહોંચી હતી. જે બાદ ભાજપના નેતા અક્ષય વેગડની પોલીસે ધરપકડ કરી છે. અક્ષય વેગડની સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જયારે બીજો એક આરોપી ફરાર થયો છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post