બનાસકાંઠામાં ACBની સફળ ટ્રેપ : પાલનપુરમાં UGVCLના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠામાં ACBની સફળ ટ્રેપ : પાલનપુરમાં UGVCLના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની સફળ ટ્રેપમાં UGVCL પાલનપુર ઓફિસમાંથી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ACBની ટીમે અધિકારીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં UGVCL પાલનપુર ઓફિસમાંથી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર રસિકલાલ પટેલે મંજુર થયેલ રૂ. ૮૩,૦૦,૦૦૦ના ટેન્ડરને એપ્રુવ કરવા કુલ રકમના એક ટકા લેખે રૂ. ૮૨,૦૦૦ની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા પરિણામે એ.સી.બી પો.સ્ટે મહેસાણાનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથીરૂ. ૮૨,૦૦૦ની માંગણી કરી છેલ્લે રૂ. ૭૦,૦૦૦ની રકમ નક્કી કરેલ અને ફરિયાદીએ પોતાની સગવડ મુજબ રૂપિયા ૫૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બીના રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

patan live news GJ 24

govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post