*ધોરાજીનાં ભાડેર ગામનાં પુર્વ સરપંચને ધમકી આપવી ભારે પડી* *ગૌચર જમીનમાં દબાણ તથા વૃક્ષો કાપીને બહાર વેચી મારનાર પુર્વ સરપંચ તથા તેમનાં પુત્રો વીરૂધ્ધ ગુનો દાખલ કરાયો*

 






*ધોરાજીનાં ભાડેર ગામનાં પુર્વ સરપંચને ધમકી આપવી ભારે પડી*

*ગૌચર જમીનમાં દબાણ તથા વૃક્ષો કાપીને બહાર વેચી મારનાર પુર્વ સરપંચ તથા તેમનાં પુત્રો વીરૂધ્ધ ગુનો દાખલ કરાયો*

જાણવા મળતી વીગત મુજબ ગૌચર જમીન પર દબાણ કરનાર મુખ્ય સુત્રધાર વજાભાઈ નારણભાઈ સામળાએ ગૌચર જમીન પર દબાણ અને કબજો કરેલ હોઈ તેવુ જાણવા મળેલ હતું, અને તા ૨૮/૧/૨૦૨૪ ના રોજ જાણવા મળેલ પુર્વ સરપંચ વજાભાઈ સામળા તથા તેમના પુત્રો ગૌચર જમીન પર  રહેલ વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી રહ્યા છે તથા તેઓની સાથે તેમના પુત્રો પણ સાથે છે. તેવુ જણાતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલનાં  તાલુકા અધ્યક્ષ રઘુવીરસિહ વાઘેલા એ તરતજ મામલતદાર શ્રીને ટેલીફોનીક વાત ધ્યાને દોર્યુ હતું. જે ફરીયાદ વાળી જગ્યા ગૌચર જમીન હોઈ તાલુકા વીકાસ અધીકારી શ્રીને આ અંગે તાત્કાલિક સંપર્ક કરીને ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. ત્યાર બાત તા.વી.અધીકારી દ્વારા સ્થાનીક મંત્રી શ્રીને સમજ કરીને તાત્કાલિક વૃક્ષોને કપાતા અટકાવવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મંત્રી શ્રી એ ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ હતા.. જ્યા સ્થળપર જતા પહેલા મંત્રીશ્રી એ સરપંચ ને જાણ કરેલ હતી પરંતુ  તેઓ એ પ્રવૃતી અટકાવવા સાથે જવા માટે સ્પસ્ટ ના પાડેલ હતી..તથા હાલનાં સરપંચે પણ કાર્યવાહીમાં સહયોગ આપ્યો ન હતો.
 માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ વતી ગૌચર જમીનનાં અરજદાર હોઈ મંત્રી સાથે રઘુવીરસિંહ વાઘેલા તથા અન્ય સ્થાનીકોને સાથે રાખી ગૌચર જમીન પર ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા ગયા હતા... તો ત્યા પુર્વ સરપંચ  વજાભાઈ નારણભાઈ સામળા તથા એમના પુત્રો ફરીયાદીને તથા મંત્રીને આવતા જોઈ ગયેલ હતા. તેમને જોતા જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મા બેન સામે ગાળો બોલવા લાગેલ હતા. તથા કુહાળી તથા પાઈપો જેવા ઘાતક હથીયારી લઈને  NGO ના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાની પાછળ જીવલેણ હુમલો કરીને જાનથી મારીનાખવા પાછળ દોડવા લોગ્યા હતા તથા મિશન માતૃભૂમિનાં  તાલુકા અધ્યક્ષ ને એવુ કહ્યુ હતુ કે ગૌચર જમીન પર આમ જ વૃક્ષો કાપીશું જે થાઈ તે કરી લે..તેવી ધમકી ભાડેર ગામનાં પુર્વ સરપંચ દ્વારા આપેલ હતી.

જે બાદ સંસ્થાનાં સંચાલકો નેજાણ થતા જ ફરીયાદ નોંધાવવા ચક્રો ગતીમાન કરીને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. અને પાટણવાવ પોલીસ ઉંડાણપુર્વક તપાસ કરશે  તથા હજુ પણ આ પુર્વ સંરપંચ વીરૂધ્ધ પગલા ભરાવવામાં આવશે તેવુ માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલનાં અધ્યક્ષો એ સ્પષ્ટ કહ્યુ હતુ તથા ગૌચર જમીનમાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં નહી આવે...

patan live news GJ 24 

govabhai p ahir 

   

Post a Comment

Previous Post Next Post