છોટાઉદેપુર / ફરી એકવાર કાચા રસ્તાને કારણે પ્રસુતાને પીડા સહન કરવાનો વારો આવ્યો, 108 જઈ જ ન શકી


 છોટાઉદેપુર / ફરી એકવાર કાચા રસ્તાને કારણે પ્રસુતાને પીડા સહન કરવાનો વારો આવ્યો, 108 જઈ જ ન શકી 

છોટાઉદેપુરમાંથી ફરી એકવાર પ્રસુતાને પાકો રસ્તો ન હોવાને કારણે પીડા સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે કાચો રસ્તો હોવાના કારણે 108 છેક સુધી જઈ શકતી નથી અને જાય તો ઢાળ ચઢવામાં પણ મુશ્કેલી પડી જાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હાઈવે, ઉજ્જૈનમાં રોપવે…:ગડકરીના મંત્રાલયે મોડી રાત્રે તાબડતોબ અનેક પ્રોજેક્ટ મંજૂર કર્યાવિગતવાર વાત કરીએ તો, કુકરદા ગામના ડુકતાં ફળિયાની કળસતી સગર્ભા મહિલાને કાચા રસ્તાને કારણે 108 ઘર સુધી ન આવતા ખાનગી વાહનમા બેસાડી રોડ સુધી લઈ જવી પડી હતી.108 કાચા રસ્તાને કારણે કુકરદા ગામના અંદરના 12 ફળિયામા આવતી ન હોવાછી જીવ સટોસટના ખેલ વચ્ચે સગર્ભાને 108 સુધી 4 કિલોમીટર ખાનગી વાહનમા લઈ જવી પડી હતી.ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, દિવસ હોવાથી ખાનગી વાહન મળી ગયું પણ રાતથી સગર્ભાને પ્રસુતીનો દુખાવો ઉપડ્યો હતો પરંતુ કોઈ સાધન ન મળતા, પરિવાર મુંઝવણમાં મુકાયો હતો.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post