લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર: સાત તબક્કામાં મતદાન; 4 જૂને મતગણતરી


 લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર: સાત તબક્કામાં મતદાન; 4 જૂને મતગણતરી

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી છે. આ સાથે જ દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે.

19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન

26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન

7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન

13 મેએ ચોથા તબક્કાનું મતદાન

20 મેએ પાંચમા તબક્કાનું મતદાન

25મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન

1 જૂને સાતમા તબક્કાનું મતદાન

4 જૂને મતગણતરી હાથ ધરાશે

19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 102 બેઠક પર મતદાનપ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. આ દરમિયાન 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં કુલ મળીને 102 લોકસભા બેઠક પર મતદાન થશે.ગુજરાતમાં 7મેએ લોકસભાની ચૂંટણીગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર 7મેએ મતદાન થશે. આ સાથે જ ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.


ચૂંટણી પંચની પત્રકાર પરિષદની મહત્ત્વની વાતો

રાજકીય પક્ષોને સાવચેત રહેવાની સલાહ

ફેક ન્યૂઝ વિરૂદ્ધ તુરંત કાર્યવાહી

મુદ્દા પર આધારિત પ્રચાર થાય, નફરતી ભાષણો પર રોક લાગે

ખોટા સમાચાર વિરૂદ્ધ જાગૃતિ, સોશિયલ મીડિયા પર રહેશે નજર

55 લાખ EVMનો ઉપયોગ થશે

1.82 કરોડ વોટર પ્રથમ વખત મતદાન કરશે

અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર

ચૂંટણીનો પર્વ, દેશનો પર્વ

લોકસભા ચૂંટણી માટે અમે તૈયાર છીએ

અમે તમામ રાજ્યમાં જઇને સમીક્ષા કરી

ભારતની ચૂંટણી પર પુરી દુનિયાની નજર

સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણી કરાવવી પડકાર

સાડા 10 લાખ મતદાન કેન્દ્ર

આ વખતે 97 કરોડ મતદાર, 2024 માટે 96 કરોડ 88 લાખ મતદારો રજિસ્ટર્ડ

દેશમાં કુલ 96.6 કરોડ મતદાર

દેશમાં કુલ 49.7 કરોડ પુરૂષ મતદાર

દેશમાં કુલ 47.1 કરોડ મહિલા મતદારો

82 લાખ મતદારો 85 વર્ષથી વધુ વયના, 2.18 લાખ મતદારો 100થી વધુ વયના

400થી વધુ વિધાનસભા ચૂંટણી કરાવી છે

ઘરેથી મત આપી શકે છે 85 વર્ષની વધુ વયના ઉમેદવાર

દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે

ઉમેદવારોએ ક્રિમિનલ રેકોર્ડ બતાવવો પડશે

વોટર ચૂંટણી પંચને ફરિયાદ કરી શકશે

ટીવી-સોશિયલ મીડિયા પર નજર

હિસ્ટ્રીશીટર પર નજર રહેશે

આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નજર

બીજો તમારો મત નહીં નાખી શકે

પૈસા વહેંચનારાઓ પર રહેશે નજર

કેટલાક રાજ્યમાં પૈસા વહેંચાય છે

11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત

ગુજરાત સહિત 26 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે જ યોજાશે.બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુમાં પેટા ચૂંટણી યોજાશે.4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશેઓરિસ્સા, સિક્કિમ, અરૂણાચાલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post