ઉનાળામાં વીજબીલમાં મળશે આંશિક રાહત, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો ઘટાડો, 1.70 કરોડ ગ્રાહકોને થશે ફાયદો


 ઉનાળામાં વીજબીલમાં મળશે આંશિક રાહત, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો ઘટાડો, 1.70 કરોડ ગ્રાહકોને થશે ફાયદો

વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેનો રાજ્યની સરકાર હસ્તકની વીજ કંપનીઓના 1.70 કરોડ ગ્રાહકોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ.1340 કરોડની બચત થશે

ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. ઊર્જા મંત્રી દેસાઇએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ.1340 કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ.51ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post