પાટણ પાલિકા દ્વારા બાકી વેરાની કડક વસુલાત ના પગલે બાકીદારોએ .૧૬.૭૫ કરોડની રકમ જમા કરાવી*


 *પાટણ પાલિકા દ્વારા બાકી વેરાની કડક વસુલાત ના પગલે બાકીદારોએ .૧૬.૭૫ કરોડની રકમ જમા કરાવી*

આગામી દિવસોમાં બાકી વેરાની વસુલાત માટે ઝુંબેશ વધુ કડક બનાવાશે…

બાકી રહેલા મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાયૅવાહી ટુક સમયમાં હાથ ધરાશે..

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ વસુલાત કરવા વિવિધ ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના પગલે તા. ૧/૪/૨૦૨૩ થી તા. ૧૧/૩/૨૦૨૪ સુધીમાં કુલ બાકી વેરાની રકમ રૂ. ૩૭.૫૯ કરોડની સામે રૂ. ૧૬.૭૫ કરોડની રકમ બાકી વેરા મિલકત ધારકો દ્રારા પાલિકા ની વેરા શાખા મા ભરપાઈ કરવામાં આવી હોવાની સાથે વેરા શાખા દ્વારા અત્યાર સુધી મા બાકી વેરા મિલકત ધારકો પૈકીના ૨૭૦ મિલ્કતો ના નળ કનેકશન અને ૧૩૦ મિલ્કતોના ભૂગર્ભ કનેક્શન કાપવાની સાથે ૨૧ જેટલી બાકી વેરા મિલકત ધારકોની મિલકત સિલ કરવામાં આવી હોવાનું પાલિકા ની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

બાકી વેરા મિલકત ધારકો સામે પાલિકા ની વેરા શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસુલાત ની કડક ઝુંબેશ ને કારણે વર્ષોથી પાલિકાના બાકી વેરા ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોમાં પણ પાલિકાની કડક કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપ્યો હોય ત્યારે આગામી દિવસોમાં પાલિકાની વેરા શાખા દ્વારા વધુ કડક હાથે બાકી વેરાની વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવતા વેરા શાખા ના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે જો કોઈ પણ બાકી વેરા મિલકત ધારક પોતાના બાકી વેરાની રકમ ભરપાઈ નહિ કરે તો એવા મિલકત ધારકો ના નળ અને ભૂગર્ભ કનેકશનો કાપવાની સાથે તેઓની મિલકત સિલ કરવાની કાયૅવાહી ટુક સમયમાં હાથ ધરવામાં આવશે.

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩ એપ્રિલથી વર્ષ ૨૦૨૪ ની માર્ચ મહિનાની ૧૧ તારીખ સુધીમાં વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન ૪૦% જેટલી બાકી વેરાની રકમ વસુલાત કરતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આગામી દિવસોમાં વધુ બાકી વેરા મિલકત ધારકો પોતાના બાકી વેરાની રકમ પાલિકાની વેરા શાખા મા જમા કરાવશે તેવું પણ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post