સુરત/ છ ગેરકાયદેસર કતલખાનામાંથી 25 અબોલ પશુઓને બચાવાયા, પાંચની ધરપકડ


  સુરત/ છ ગેરકાયદેસર કતલખાનામાંથી 25 અબોલ પશુઓને બચાવાયા, પાંચની ધરપકડ 

સુરતમાં એક તરફ મુસ્લિમનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમતા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા ગતરોજ સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કુલ છ જગ્યાઓ પર દરોડા પાડી 25 જેટલા જીવતા પશુઓને બચાવ્યા હતા અને પાંચ આરોપીઓને ઝડપી પાડી તેઓની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાઓનો રાફડો ફાટ્યો હોવાની માહિતી પોલીસ વિભાગને મળી હતી. આ માહિતીને આધારે નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પીઆઇ બી.આર. રબારી અને સેકન્ડ પી.આઈ એસ.એ. શાહના નેતૃત્વ હેઠળ તારીખ 21/3/2024 ના રોજ રાત્રે તથા દિવસના સમયે કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે કોમ્બિંગ માન દરવાજા ખ્વાજા નગરમાં અલગ અલગ છ જગ્યાઓ પર પોલીસના માણસો દ્વારા દરોડા પાડવામાં આવતા ગેરકાયદેસર ચાલતા છ કતલખાના ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ છ જગ્યા ઉપર દોરડા પાડી 25 જેટલા જીવતા પશુ (પાડા)ઓને મુક્ત કરાવ્યા હતા. આ ઉપરાંત પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ તમામ ગેરકાયદેસર ચાલતા કતલખાના સીલ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ કરી આગળની તજવીજ હાથ ધરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post