ગુજરાતમાં એક જ દિવસમાં 3 કિલો ગાંજો અને સિરપની 2400 બોટલ ઝડપાઈ



.

  ગુજરાતમાં એક જ દિવસમાં 3 કિલો ગાંજો અને સિરપની 2400 બોટલ ઝડપાઈ 

ડ્રગ્સ અને નશાકારક પદાર્થો સામે ગુજરાત પોલીસની કાર્યવાહી ચાલુ છે. રાજ્યમાં આજે 23 માર્ચે એક જ દિવસમાં 3 કિલો ગાંજો અને સિરપની 2400 બોટલ ઝડપાઈ છે. 

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે બાતમીના આધારે રતનપુર ત્રણ રસ્તા પર એક ઈકો કારમાંથી 3 કિલો ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે નાર્કોટિક્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતા પોશીનાના અનવર અબ્બાસ મેમણ નામના શખ્સની અયકાયત કરી તેની પાસેથી 3 કિલો ગાંજો અને ઈકો કાર સાથે 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકના આટકોટ પાસેથી કોડીન સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે રાજકોટ-આટકોટ હાઇવે પર બળધોઈ ગામના પાટિયા પર વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા, જેમાં એસેન્ટ કારમાંથી રૂ.3,69,600 કિંમતની કોડીન સિરપની 2400 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે કાર સહિત રૂ.4,69,600ના મુદામાલ સાથે બાબરામાં રહેતા મેડિકલ એજન્સીના સંચાલક અક્ષય વિનુભાઈ ચૌહાણની અટકાયત કરી છે, તેમજ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post