પાટણ... રાધનપુર મહેમદાવાદ પીપળી ડીસ્ટ્રિક્ટ કેનાલ ની કામગીરીમાં લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો....




  પાટણ... રાધનપુર

મહેમદાવાદ પીપળી ડીસ્ટ્રિક્ટ કેનાલ ની કામગીરીમાં લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો....

કોન્ટ્રાકટર પોતાની મનમાની ચલાવી રામ ભરોશે કામગીરી કરાવતા ખેડૂતોમાં ભારે રોષ..

કેનાલ ની હલકી ગુણવત્તાની કામગીરી ને લઇને અનેક સવાલો ઊભા થયા.. કેનાલ ની પાળી નું કામકાજ ચાલુ હોય જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વિગતો સામે આવી...

કામગીરી દરમિયાન સિમેન્ટ પૂરતા પ્રમાણમાં નહિ વાપરતા અને  મોટા પાયે ફક્ત રેતી નો ઉપયોગ થઈ રહ્યો હોવાની વિગતો સામે આવતા કોન્ટ્રાક્ટર ની બેદરકારી સામે આવી ... 

યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ નહિ વાપરતા હોવાના આક્ષેપ... સાથેજ ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર હાજર નાં રહેતા હોવાના ખેડૂતોના  આક્ષેપ..

કોન્ટ્રાકટર હાજર ન રહેતા મજૂરો મનફાવે તેમ કામ કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તાની કામગીરી થતાં અનેક સવાલો...

રાધનપુર એસ.ઓ ને ખેડૂત દ્વારા વારંવાર ટેલીફોનીક રજૂઆત કરતા કોઈ યોગ્ય જવાબ મળતો નથી જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો...

તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી કેનાલ ની કામગીરીમાં વ્યવસ્થિત મટીરીયલ વાપરી યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ વાપરવા ખેડૂતોની માંગ..


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post