ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું, 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુકેલા આ દિગ્ગજ નેતાના કેસરિયા
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસના નેતા પક્ષથી દૂર થઈ રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ ભૂખ હડતાલ પર ઉતરેલી આશા વર્કર મહિલાની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડાઈનિરંજન પટેલ છ ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યાગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મુળુ કંડોરિયા સહિતના મોટા નેતાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે, ત્યારે આ યાદીમાં હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલનું પણ નામ સામેલ થયું છે. તેમણે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિરંજન પટેલ દિગ્ગજ નેતા છે અને આણંદ પેટલાદ વિધાનસભા બેઠક પર છ ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.પોરબંદર જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુપોરબંદર જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું છે. આ બંને અર્જુન મોઢવાડીયા જૂથના કહેવાય છે. જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરા, શહેર પ્રમુખ અતુલ કારીયાએ રાજીનામુ આપ્યું છે. તેમની સાથે જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે. આ તમામ હોદ્દેદારો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.ગુજરાતમાં અન્ય પક્ષની પણ હાલત ખરાબગુજરાતમાં કોંગ્રેસની સાથે અન્ય પક્ષની પણ હાલત ખરાબ થઈ રહી છે અને તેમના પણ નેતાઓ રાજીનામા આપીને ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નેતાએ રાજીનામાં આપ્યા હતા, ત્યારે હવે એનસીપીમાં પણ ભંગાણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ એનસીપીના અધ્યક્ષ જયંત પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી શકે છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ