AHMEDABAD / વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના યુવક પાસે 14 લાખ 45 હજાર પડાવ્યાં, પોલીસે એજન્ટની કરી ધરપકડ


 AHMEDABAD / વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના યુવક પાસે 14 લાખ 45 હજાર પડાવ્યાં, પોલીસે એજન્ટની કરી ધરપકડ

Ahmedabad News શહેરના ખોખરા વિસ્તારમાં કન્સલ્ટન્સી ચલાવતા એજન્ટે વડોદરાના યુવક પાસેથી  વિદેશ મોકલવાની લાલચ આપી  14 લાખ 45 હજાર પડાવ્યાં હતા. 

ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે રહે છે. ડીપ્લોમાં પૂર્ણ કર્યા બાદ વિદેશ  જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો સંપર્ક અમદાવાદ શહેરના ખોખરામાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતા  સૌરભ મધુવર્ષી નામના એજન્ટ સાથે થયો હતો. સૌરભ અને તેનો કલકત્તામાં રહેતો મિત્ર રોહિત કુમાર બંને સાથે મળીને આ વિઝા અપાવવાનું કામ કરતા હતા. સૌરભ મધુવર્ષી ધ્રુવ પટેલને કેનેડાના અપાવવાના નામે એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા.  સૌરભેપહેલા 12 લાખ માંગ્યા હતા. ધ્રૂવ પટેલે તેના પિતાના એકાઉન્ટમાંથી વર્ષ 2023ના જુન મહિનામાં સૌ પ્રથમ 75 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા.આવી જ રીતે અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં 4 લાખ 45 હજાર રૂપિયા કઢાવી લીધા હતા. ઉપરાંત વિઝા સ્ટેમ્પિંગ માટે પાસપોર્ટની જરૂર છે તેમ કહીને પાસપોર્ટ લઇ લીધો હતો. વર્ષ સુધી વિઝા નહી આવતા યુવક અને તેના પરિવારે પાસપોર્ટની માંગણી કરતા એજન્ટ સૌરભ મધુવર્ષી પાસપોર્ટ કુરિયર મારફતે મોકલી આપ્યો હતો. પાસપોર્ટમાં કોઈપણ પ્રકારના સ્ટેમ્પિંગ નહી હોવાના લીધે ધ્રુવ પટેલને  અંદાજો આવી ગયો કે છેતરપિંડી થઈ છે.આખરે ધ્રુવ પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ એજન્ટ સૌરભ મધુવર્ષીની ધરપકડ કરી છે અને કલકત્તામાં રહેતા તેના સાથી રોહિત કુમારની શોધખોળ હાથ ધરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post