600 રૂપિયામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ / વલસાડ SOGએ પકડ્યું નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ, ત્રણની ધરપકડ

600 રૂપિયામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ / વલસાડ SOGએ પકડ્યું નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ, ત્રણની ધરપકડ 

વલસાડ SOGએ નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું  છે. બેન્કકર્મીની મદદથી ફોટો સ્ટુડિયોમાં સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. માત્ર 600 રૂપિયામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પાનકાર્ડ, જન્મ પ્રમાણપત્ર વગેરે તૈયાર કરી આપવામાં આવતું હતું. 

વાપીના ચણોદ ગામે આવેલ શ્રીરામ સ્ટુડીયોમાં એક ડમી ગ્રાહક મોકલાવીને નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવવાનું કૌંભાડ વલસાડ SOGએ ઝડપી પાડ્યું હતું.દમણની કેનેરા બેંકમાં આધારકાર્ડનું કામ કરતા અબ્દુલા મોહમદ સમીમ ખાન નોકરી પતાવ્યા બાદ સ્ટુડિયો ઉપર આવીને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપવામાં મદદ કરતો હતોવલસાડ જિલ્લાના વાપી તાલુકા ના ચણોદ  ગામે શ્રી રામ સ્ટુડિયો માં ફેક ડોક્યુમેન્ટ બનાવી આપતા હોવા અંગે વલસાડ SOGને બાતમી હતી. જેને લઈને વાપી SOG દ્વારા બાતમીવાળા શ્રીરામ સ્ટુડિયોમાં છાપો માર્યો હતો. દરમિયાન ત્રણેય આરોપીને પણ પકડી પાડ્યા હતા. તેમની પાસેથી  જન્મ પ્રમાણપત્રની નકલ 21 નંગ,  અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ 65 નંગ,  ઇલેક્શન કાર્ડ 09 નંગ તેમજ ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો મોબાઇલ ફોન મળી અને રોકડ રકમ મળી રૂ.92,450 મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીમાં શ્રી રામ સ્ટુડિયોના માલિક મનીષ, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન અને કાલંદીચરણ રમેશચંદ્ર સામલની પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી કમ્પ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રીક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના 600 રૂપિયા લઇને આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શનકાર્ડ તથા પાનકાર્ડ નવા બનાવી આપતા હતા. આ ઉપરાંત ઓરિજનલ દસ્તાવેજમાં કોઇ ભુલ હોય તો એ પણ સુધારી આપતા હતા.પોલીસને 800થી વધુ પ્રિન્ટ વિનાના સ્માર્ટ આધાર કાર્ડનો જથ્થો પણ મળ્યો હતો. આ ગુનાહિત પ્રવૃત્તિ છેલ્લા ચાર વર્ષથી ચાલતી હતી.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


  

Post a Comment

Previous Post Next Post