સુરતના તાંતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગૂમ થયા બાદ મળ્યો મૃતદેહ


 સુરતના તાંતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગૂમ થયા બાદ મળ્યો મૃતદેહ 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી દસ વર્ષીય બાળકી નો મૃતદેહ મળી આવ્યો હતો. ગત સોમવારના રોજ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી . જેનો આજે અવાવરું જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચારમાંથી મચી જવા પામી છે. ઘટનાને પગલે કડોદરા પોલીસ તેમજ જિલ્લા પોલીસવડાં પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તાંતીથૈયા ગામે શિવ દર્શન સોસાયટીમાં એક રહેતી એક 10 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી. દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. બાળકી ગૂમ થયાને આજે શનિવારના રોજ છ દિવસ બાદ બપોરના સમયે ફરી એક ફોન કોલ આવ્યો. કડોદરા પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો દોડતો થયો હતો. જેનું કારણએ હતું કે સોમવારના રોજ ગુમ થયેલ 10 વર્ષીય. બાળકી નો તાતીથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડી માંથી મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાને પગલે કડોદરા પોલીસ,જિલ્લા એલસીબીની ટીમ તેમજ ખુદ જિલ્લા પોલીસવાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચી પોલીસે બાળકીનો મૃતદે કબ્જે લેતા બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી બાળકીની હત્યા કરાયાનો પ્રાથમિક તબક્કે પોલીસને જણાવ્યું હતું. સાથે જ બાળકી સાથે કોઈ બદકૃત્ય થયું છે કે, કેમ એ સમગ્ર બાબતની પણ તપાસ માટે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ બાળકીની કઈ રીતે હત્યા કરવામાં આવી તેમજ બાળકી સાથે કોઈ બળ કૃત્ય કર્યું છે. કે કેમ એ સમગ્ર વાત ઉપરથી પડદો ઉંચાઈ શકે તેમ છે.કડોદરા બાળકીઓની સુરક્ષાને લઈને સવાલોપલસાણા કડોદરા વિસ્તાર માં કાયદો વ્યવસ્થા ની ગુનેગારો ને કશી પડી નથી. ધીમે ધીમે હવે જાણે ગુનાખોરી નું હબ બની રહ્યો હોય તેમ દિન દહાડે અને છાસવારે માસુમ બાળકીઓ હવસખોરો અને હત્યારા ઓ નો ભોગ બની રહી છે. ત્યારે આ ઘટનામાં પણ પોલીસ હત્યારાઓ ને વહેલી તકે ઝબ્બે કરી કોઈ ઠોસ દાખલો વિસ્તારમાં બેસાડે એ હવે જરૂરી થઈ પડ્યું છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post