સુરતમાં ખુલ્લામાં વેચાતા દારૂ પર જનતા રેડ, AAPએ કહ્યું, 'ગુજરાતમાં ચાલે છે અસલી દારૂ કૌભાંડ'
દારૂ કૌભાંડના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. ત્યારે આ ધરપકડના વિરોધમાં સુરતના પુણા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં દારૂ વેચાતો હોવાનું ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. જાહેરમાં વેચાતા દારૂ પર જનતા રેડ કરીને કહ્યું કે, ગુજરાતમાં અસલી દારૂનું કૌભાંડ મોટી માત્રામાં ચાલી રહ્યું છે.
AAPના પ્રદેશ મહામંત્રી આગેવાનીમાં ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરી હતી. પુણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી. AAP પ્રદેશ મહામંત્રી સહિત નગરસેવકો અને નેતાઓની આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું હતું. આ તબક્કે રાકેશ હિરપરાએ કહ્યું કે, ભાજપે દિલ્લીમાં ફર્જી દારૂ કૌભાંડમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશે ?, ગુજરાતના દારૂ માફિયાઓને ભાજપના શાસકો ક્યારે જેલમાં મોકલશે ?રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે દિલ્લીના ફર્જી શરાબ ગોટાળાનો ભાજપે આપેલો ખોટો આંકડો સો કરોડનો છે, જ્યારે એ જ ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 50000000000 (પાંચ હજાર કરોડ) થી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોકો દારૂના અડ્ડાઓને ઉજાગર કરે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ
