સુરત/ વેપારીના બંધાણી પુત્રને ડ્રગ્સની સપ્લાય કરનાર ઝડપાયો

સુરત/ વેપારીના બંધાણી પુત્રને ડ્રગ્સની સપ્લાય કરનાર ઝડપાયો 

નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અલથાણ વિસ્તારમાંથી 6 દિવસ પહેલા વેપારીના પુત્ર પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જેની તપાસમાં ડ્રગ્સ આપનાર આરોપીને ઝડપવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. જેથી ડ્રગ્સની સપ્લાય કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝમીર ઝડપાયો છે. અલથાણમાં વેપારીનો પુત્ર વાનાવાલાની પોલીસે એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેની તપાસમાં વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હોવાનું સામે આવ્યું હતું. તે ડ્રગ્સ તેના મિત્રોમાં સપ્લાય કરતો હતો. વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝમીરની ડીસીપી ઝોન 4 સ્કોડે ધરપકડ કરી છે.પોલીસે કહ્યું કે, આરોપી ઝમીર સામે અગાઉ મારામારીનો ગુનો નોધાયેલો છે. વેપારીના પુત્ર સહિતના કેટલા લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે સહિતની વિગતો મેળવવા માટે કોર્ટમાં રજૂ કરીને તેના જામીન માગવામાં આવશે. સાથે જ આગામી સમયમાં તેની સાથે સંકળાયેલા લોકોને પણ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 

  

Post a Comment

Previous Post Next Post