જૂનાગઢના બાંટવા નજીક ત્રણ યુવાનોને કાર ચાલક ટક્કર મારીને ફરાર,તમામની ટૂંકી સારવાર બાદ મોત
ગત રાત્રિના યુવકો પાજોદ ગામે થયો અકસ્માત
અચાનક જ કારના ચાલાકે લીધા હડફેટે
ત્રણેય યુવકોને હડફેટે લીધા બાદ કારનો ચાલક નાસી ગયો
પાજોદના યુવકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા
યુવકોની સારવાર બાદ ન મળી સફળતા, ત્રણેય યુવાનોના મોત
રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગત રોજ જામનગર – ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડની રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલી માતા અને પુત્રીને ટક્કર મારી હતી. બન્નેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. તો બીજી તરફ આ મામલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
રામ પરેશભાઈ 28 વર્ષ,
ભરત નગાભાઈ મોરી 16 વર્ષ
હરદાસ 34 વર્ષનું મોત
તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક ગંભીર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.રાત્રીના યુવકો પાજોદ ગામથી બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાંટવા બાજુથી આવેલી કારના ચાલાકે તેમને અડફેટે લીધા હતા.
ત્રણેય યુવકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને કારનો ચાલક નાસી ગયો
ત્રણેય યુવકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને કારનો ચાલક નાસી ગયો હતો. સ્થાનિકોએ યુવકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.જ્યાં સારવાર કારગત નહીં નીવડતા ત્રણેય યુવાનોના મોત નીપજ્યા હતા.યુવાનોના મૃતદેહને પીએમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ