ના હોય... બાલાજી વેફર્સના પેકેટમાંથી નીકળી જીવાત! ગ્રાહકે કર્યો આક્ષેપ
મોડાસામાં જાહેર રોડ ઉપર આવેલી એક પાન પાર્લરની દુકાનમાં બાલાજી વેફર્સમાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો છે. દુકાનદાર પાસે ગ્રાહકે વેફર્સ માંગતા દુકાનદારે પેકેટ આપ્યું હતું. પરંતુ ગ્રાહકે ખરીદેલ વેફર્સના પેકટમાંથી જીવાત નીકળી હતી. પાન પાર્લરે ઉભેલા લોકોમાં આ ચર્ચાનો મુદ્દો બનતાં વાત વાયુવેગે ફેલાઈ જતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જણાવી દઈએ કે મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ અંજલી પાન પાર્લરે ગ્રાહકે આવીને બાલાજીની વેફર્સ ખરીદી હતી. આ વેફર્સ તોડતાં તેમાંથી જીવાત નીકળતા ગ્રાહકે દુકાનદારને બતાવ્યું હતું. એ પછી દુકાનદારે દુકાનમાં રહેલા અન્ય પેકેટ પણ ચેક કર્યા હતા. બંધ પેકેટની અંદર જીવાત નીકળતા અનેક સવાલો ઊભા થયા છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ
Tags
समाचार