વડોદરામાં વૃદ્ધને ચોરીની આશંકાએ ઈસમે માર્યો ઢોર માર, છોડાવવાને બદલે લોકો ટોળુ વળી જોતા રહ્યા


 વડોદરામાં વૃદ્ધને ચોરીની આશંકાએ ઈસમે માર્યો ઢોર માર, છોડાવવાને બદલે લોકો ટોળુ વળી જોતા રહ્યા 

વડોદરા શહેરમાંથી માનવ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર / 4 વર્ષ પહેલાં બનેલા ફ્લાયઓવર પર 10 ફૂટના ગાબડાનો વિકાસ!, ઢાંકવા માટે પાલિકાએ ટ્રેક્ટર મૂકી દીધુંઆ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે. શરમજનક વાત તો એ છે કે, ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોઈ રહ્યું છે.આ મામલે માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વૃદ્ધને પોલીસ મથકે લઇ ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ માનસિક અસ્થિર છે . જ્યારે માર મારનાર ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 

Post a Comment

Previous Post Next Post