પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રોમાંચક વિજય, સૂર્યાએ વિસ્ફોટક ફિફ્ટી ફટકારી

 પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રોમાંચક વિજય, સૂર્યાએ વિસ્ફોટક ફિફ્ટી ફટકારી


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ત્રણ વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 8 વિકેટના નુકસાને ટાર્ગેટ પાર પાડતા વિજય થયો છે. પરિણામે પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે 1-0થી સરસાઈ મેળવી લીધી છે, હવે સિરીઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં 26 નવેમ્બરે રમાશે.

ઓસ્ટ્રેલિયાએ આપેલા 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થયો હતો. જોકે, બાદમાં જયસ્વાલ પણ નાની આક્રમક ઈનિંગ રમીને મેથ્યુ શોર્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી.


ઇશાન બાદ સૂર્યાની વિસ્ફોટક ફિફ્ટીઈશાન કિશને અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ઈશાને 39 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 58 રન બનાવાની આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર 42 બોલમાં 9 ફોર અને 4 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા.જોશ ઈંગ્લિશની આક્રમક સદી એળે ગઈપ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી. ડેબ્યુ મેચ રમી રહેલા જોશ ઈંગ્લિશે આક્રમક સદી ફટકારી છે. 50 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 110 રન બનાવીને પ્રસિદ્ધ કિષ્ણાનો શિકાર બન્યો હતો.બંને ટીમની પ્લેઇંગ-ઈલેવનભારતની ટીમ: ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા.ઓસ્ટ્રેલિયાની ટીમ: મેથ્યુ વેડ (કેપ્ટન/wk), મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.પાંચ મેચોનો ટી-20 કાર્યક્રમપ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી

ચોથી મેચ- 01 ડિસેમ્બર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર

પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post